વડોદરા,
આજરોજ સવારે વડોદરા શહેરના અકોટા બ્રિજ નીચે પસાર થતી રેલવે લાઈન ઉપર એક દિવ્યાંગ વ્યક્તિ ટ્રેનની અડફેટે આવી ગયા હતા. જેથી તેમનું ઘટના સ્થળે જ અવસાન થઈ ગયું હતું. ત્યારબાદ પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રિપોર્ટર : સલમાન મીઠાભાઈ, વડોદરા